સમાચાર સારાંશ: “માતૃભાષા અભિયાન” અને "પટેલ શારદાબેન ઈન્દુભાઈ ઇપ્કોવાલા ચેરિટેબલ ટ્રસ્ટ"ની સહયોગે ૧૬૮મી “બાળસાહિત્ય શનિસભા” યોજાઈ હતી, જ્યાં “બાલઆનંદ” સામયિક અંક -૨નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઉત્કૃષ્ટ બાળસાહિત્ય રજૂ થયો હતો.
માતૃભાષા અભિયાન અંતર્ગત તેમજ પટેલ શારદાબેન ઈન્દુભાઈ ઇપ્કોવાલા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ૧૬૮મી “બાળસાહિત્ય શનિસભા” (તા.૨૩-૦૩-૨૪)નાં રોજ આયોજિત થઈ હતી. જેમાં શ્રી યશવંત મહેતાનાં હસ્તે “બાલઆનંદ” સામયિક અંક -૨નું વિમોચન કરવામાં આવ્યું હતું. બાળસાહિત્ય શનિસભામાં જે ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ થાય તે બાળવાર્તાઓ, બાળગીતો, ઉખાંણાં,શબ્દરમતો વગેરેનો સમાવેશ આ “બાલઆનંદ” માં કરવામાં આવે છે.
આપણી વહાલી માતૃભાષામાં એક વિશેષ ઉત્તમ બાળસાહિત્ય પ્રગટ થઈ રહ્યું છે, જેનું નામ છે “બાલઆનંદ”. આપણાં બાળવિકાસને સમર્પિત ઉત્તમ સર્જકોનું ઉત્તમ બાળસાહિત્ય પ્રગટ કરવાની નેમ સાથે આ નવું ત્રૈમાસિક પ્રગટ થયું છે. એના તંત્રી પીઢ સાહિત્યકાર અને ‘ઝગમગ’ તથા જૂના ‘બાલઆનંદ’ના સંપાદક યશવંત મહેતા છે, સાથે સુસજ્જ સાહિત્યકારોનું સંપાદકમંડળ છે.
આજની ૧૬૮મી “બાળસાહિત્ય શનિસભા” માં જાણીતાં બાળસાહિત્યકારોએ તેમની અપ્રકાશિત કૃતિઓ રજૂ કરી હતી. જેમાં યશવંત મહેતા, નટવર પટેલ, મનહર ઑઝા, ગિરિમા ઘારેખાન, સ્વાતિ મેઢ, દીના પંડ્યા, ભારતી સોની, પ્રશાંત રાવલ, બિંદુ માધુ, લોપા ભટ્ટ, ભરતભાઈ પંચોલી, વિનય ત્રિવેદીનો સમાવેશ થાય છે. જ્યારે નવોદિતોમાં પ્રીતી પ્રજાપતિ હાજર રહ્યાં હતા.
આજની રજૂ થયેલ કૃતિમાં હોળીનાં ગીતો હતા તેમજ વિશ્વ જળ દિવસને અનુલક્ષીને જળ પરનું ગીત પણ રજૂ થયું હતું.
તમને આ પણ ગમશે:
તમને આ પણ ગમશે: